શ્રી ક્ષત્રિય રાજપૂત પઢીયાર (પ્રતિહાર- પરિહાર) વિકાસ ટ્રસ્ટ માં આજીવન સભ્ય બનવાથી શું ફાયદો ?
!!! ખાસ વાંચજો!!!
⚔⚔⚔⚔⚔⚔⚔⚔⚔⚔
શ્રી ક્ષત્રિય રાજપૂત પઢીયાર (પ્રતિહાર- પરિહાર) વિકાસ ટ્રસ્ટ મા આજીવન સભ્ય ( સભ્ય ફી 501/- રૂ.) બનવાથી શુ ફાયદો?
🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
મિત્રો આ સવાલ આપણાં ગ્રુપ નાં ઘણા બધા સભ્યો ને મૂંઝવે છે.
ખાસ યાદ રહે કે શ્રી ક્ષત્રિય રાજપૂત પઢીયાર (પ્રતિહાર- પરિહાર) વિકાસ ટ્રસ્ટ ની સ્થાપના ના મૂળ ઉદ્દેશ્ય નીચે મુજબ છે:
૧) અલગ અલગ ક્ષેત્ર કે વિસ્તાર મા વિભાજિત થયેલ આપણાં સમાજ અને સમાજ ના લોકો ને એક છત નીચે એકત્ર કરીને આપણાં સમાજ નો દરેક ક્ષેત્ર માં વિકાસ કરવો.
☂☂👨👨👧👦👨👨👦👦👨👩👧👦👨👩👦👦☂☂
૨) સમાજ મા શિક્ષણ નું પ્રમાણ વધારવું અને તે માટે જરૂરી તમામ પગલાં લેવા જેવા કે,
📝📝📚📚📖📚📚📝📝
# તેજસ્વી વિદ્યાર્થી ઓને ઇનામ વિતરણ કરી ને પ્રોત્સાહિત કરવા,
🏅🎖🥇🥈🥉🏆🏅🏅
# આર્થિક રીતે નબળા હોય તેવા તેજસ્વી વિદ્યાર્થી ઓ ને વધું અભ્યાસ માટે મદદ કરવી,
📚📚📐📏🖋🖍📒📒
# કારકિર્દી માર્ગદર્શન અંગે નાં કાર્યક્રમો નું આયોજન કરી ને વિદ્યાર્થી ઓ ને માર્ગદર્શન આપવું,
📽🗣🗣👨🍳👩✈👩🚒👩🎓👮♀
# આર્થિક રીતે નબળા વિદ્યાર્થી ઓ ને પુસ્તકો,નોટબુક,સાહિત્ય સામગ્રી પુરી પાડવી,
# તેજસ્વી વિદ્યાર્થી ઓના વાલીઓ ને રૂબરૂ મુલાકાત દ્વારા માર્ગદર્શન પુરુ પાડવું
🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺
# જરૂર પડ્યે વિકાસ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ કે છાત્રાલય બનાવવા.
🏫🏢🏥🏨🏤🏬🏥🏨🏪
૩) સમાજ મા ઘર કરી ગયેલ દુષણો, અંધવિશ્વાસ, કુરિવાજો, વ્યસનો, ખોટા રીત રિવાજો અને ખર્ચાઓ દુર કરવા માટે જરૂરી પ્રયત્નો કરવા.
આ માટે જરૂરી કાર્યક્રમો, માર્ગદર્શન શિબિરો ગોઠવવી.
૪) ક્ષત્રિય પઢિયાર રાજપૂતો ના સોનેરી ઇતિહાસ ને સમાજ ના દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે જરુરી તમામ પગલાં લેવા અને જરૂર પડ્યે એને માટે જરુરી પુસ્તકો કે પત્રિકા ઓ છાપવી અને તેનુ વિતરણ કરવું.
⚔🗡🛡⚔🗡🛡⚔🗡🛡⚔🗡🛡⚔
પ્રતિહાર,પઢિયાર, પરિહાર ક્ષત્રિયો ની સમાજ મા વિશેષ ઓળખ ઊભી કરવા માટે જરુરી તમામ પ્રયત્નો કરવા.
૫) સમાજ માટે જરુરી રોજગાર લક્ષી કાર્યક્રમો કરવા, સરકારી ભરતી માટે જરુરી માર્ગદર્શન કેમ્પો યોજવા, આરોગ્ય લક્ષી કેમ્પો યોજવા, સમુહ લગ્નો નું આયોજન કરવું, ખેતી અને પશુ પાલન માટે જરૂરી શિબિરો ગોઠવવી, લગ્ન માટે પસંદગી મેળા ઓ યોજવા.
૬) દર વર્ષે સમાજ માટે કેલેન્ડર છાપવા, મંડળ મા જોડાયેલ સભ્યો અને સમાજ ના બીજા લોકો વિશે ની માહીતી ની ડેટા બેન્ક તૈયાર કરવી અને પ્રકાશિત કરવી.
📆🗒📜📑📄📆📅📔📰
🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
મિત્રો આવા ઘણા બધા કાર્યો કરવા માટે આ ટ્રસ્ટ ની સ્થાપના કરવામાં આવી છે. આ એક બિન રાજકીય ટ્રસ્ટ છે અને એનો ઉદ્દેશ્ય એક માત્ર આપણાં સમાજ દરેક ક્ષેત્ર મા કઈ રીતે આગળ આવે અને એક વિશિષ્ટ ઓળખ ઊભી કરે એ જોવાનો છે.
💵💵💵💵💰💰💵💵💵💵
આ તમામ કાર્યો કરવા માટે ટ્રસ્ટ પાસે સારુ એવું આર્થિક ભંડોળ જરૂરી છે.
શ્રી ક્ષત્રિય રાજપૂત પઢીયાર (પ્રતિહાર- પરિહાર) વિકાસ ટ્રસ્ટ પોતાનુ આર્થિક ભંડોળ ઉભુ કરવા માટે અલગ અલગ રીતે પ્રયત્નશીલ છે.
વાર્ષિક સભ્ય કે કાયમી સભ્ય બનવા માટે ની નોંધણી ફી એ ટ્રસ્ટ માટે ફંડ ઉભુ કરવા ની ઝુંબેશ નો જ એક ભાગ છે.
👨👦👨👧👨👧👦👨👩👧👦👨👩👧👧👨👩👦👦👩👩👧👧👨👨👧👧👨👨👧👧👨👨👧👧
તો આવો મિત્રો સમાજ ના સર્વાંગી વિકાસ માટે ના યજ્ઞ મા સવયંભૂ જોડાઇ એ અને વાર્ષિક કે આજીવન સભ્ય બની ને ટ્રસ્ટ ને આર્થિક રીતે મજબૂત બનાવી ને સમાજ નાં વિકાસ માં સહભાગી થઈએ..
લિ.
શ્રી ક્ષત્રિય રાજપૂત પઢિયાર (પ્રતિહાર- પરિહાર) વિકાસ ટ્રસ્ટ
🙏🙏 જય માતાજી
जय माताजी