આર્થીક સહાય – 07/02/2021

આર્થિક સહાય
શ્રી ક્ષત્રિય રાજપૂત પઢિયાર પરિહાર – પ્રતિહાર વિકાસ ટ્રસ્ટ, ટ્રસ્ટ પરિવાર ના આજીવન સભ્યો ના વારે
ટ્રસ્ટ પરિવાર ના કોઈ સભ્ય જો મુશ્કેલી મા હોય ત્યારે ટ્રસ્ટ પરિવાર ના દરેક સભ્યો એક કુટુંબ એક પરિવાર સમજી ને સાથે ઉભા રહે છે તેનો આ એક ઉદાહરણ છે, આમળા ગામ ના ટ્રસ્ટ પરિવાર ના એક સભ્ય ના પિતાશ્રી અને હળદરી ગામ ના આવાજ એક ટ્રસ્ટ પરિવાર ના સભ્ય ના પુત્ર હોસ્પિટલ મા હતા અને તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેમને હોસ્પિટલ નું બિલ ભરપાઈ કરવા માટે ટ્રસ્ટ પરિવાર પાસે મદદ માંગતા, ટ્રસ્ટ પરિવાર તરફથી બંનેવ બાપુઓ ને 11000/- રૂપિયા ના અલગ અલગ ચેક અર્પણ કરી ને ફૂલ નઈ પણ ફૂલ ની પાંખડી સમજી ને મદદ કરેલ છે,
શ્રી ક્ષત્રિય રાજપૂત પઢિયાર પરિહાર – પ્રતિહાર વિકાસ ટ્રસ્ટ પરિવાર ના દરેક સભ્ય નો ખુબ ખુબ આભાર, આવું ઉમદા કાર્ય કરવા બદલ ????.
?? એકતા એજ પરિવતૅન ??